ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડે કચરાના ઢગલા- ટ્રાફિકથી ત્રાહિમામ


SHARE







મોરબીના છાત્રાલય રોડે કચરાના ઢગલા- ટ્રાફિકથી ત્રાહિમામ


મોરબીના હાર્દસમાં છાત્રાલય રોડ ઉપર નવા બસસ્ટેન્ડ પાછળના ભાગમાંનો વિસ્તાર કે જ્યાં ચોવીસે કલાક વાહનો નો આવરો જાવરો રહેતો હોય સ્કૂલ,કોલેજે જતા બાળકો આવતા જતા હોય ત્યાં સુપરમાર્કેટની બાજુમાં અને બરોબર નવા બસ્ટેન્ડની પાછળ મેઈન રોડ પર ઘણી વખત ફરિયાદ કરવા છતાં ત્યાંની સોસાયટીના રહીશો દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવે છે. તેમજ ત્યાં આજુબાજુના શોપિંગના દુકાનદારો અને ખાણીપીણીવાળાને ત્યાં અને તે એરિયામાં આવતા સફાઈકર્મીઓ દ્વારા મોટા કોથળા અને કચરાડોલ દ્વારા રોડ ઉપર કચરાના ઢગલા કરવામાં આવે છે.ત્યાં કચરો નકરવા આજુબાજુના દુકાનવાળાઓએ અને રહીશો દ્વારા ના પાડવા છતાં અને ત્યાં ટ્રેકટર કે મ્યુનિસિપાલટીની કચરાની ગાડી આવતી હોવા છતાં પણ સફાઈકર્મીઓ મેઈન રોડ ઉપર જ શેરીઓમાંથી એકત્રીત કરેલો કચરો ઠાલવે છે..! આ માટે મોરબીનું તંત્ર જ કોઈ યોગ્ય પગલાં લે તેવી માંગ સોશિયલ મીડિયા થકી પ્રજાજનોએ કરેલ છે.અત્યારે રોગચાળો વકરી રહ્યો છે તેમજ ડેન્ગ્યુ સહીતના રોગના કેશ વધ્યા છે ત્યારે તહેવાર ઉપર સફાઇ રહે અને રોગચાળો વધુ ન વકરે તે માટે કાંઈક રસ્તો કરવાની માંગ ત્યાંના વેપારીઓ અને સોસાયટીવાસીઓ કરી રહ્યા છે.






Latest News