ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર નજીક ક્રેઇન સાથે બુલેટ અથડાતાં અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં


SHARE







ટંકારાના હીરાપર નજીક ક્રેઇન સાથે બુલેટ અથડાતાં અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં

ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે રહેતા વૃદ્ધ બુલેટ લઈને લતીપર રોડ ઉપર હીરાપર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી લાઈટ આવતા ક્રેઇન ન દેખાવાથી ક્રેઇન સાથે અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધને ડાબા પગના ઢીંચણ અને સાથળના ભાગે ફેક્ચર થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે રહેતા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી જાતે પટેલ (60)એ હાલમાં ક્રેઇન નં. જીજે 12 સીએમ 0632 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પહેલા આવેલ તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી લાઈટ આવતા તેઓને ક્રેઇન ન દેખાતા તેની સાથે બુલેટ અથડાયું હતું જેથી ફરિયાદીને ડાબા પગના ઢીંચણ અને સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી માટે તેઓને સારવાર માટે હોસ્પિટકે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રેઇનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવની અંદર ગીતાબેન રાજેશભાઈ ટોયટા (ઉમર 32) રહે.લાયન્સનગર સેન્ટ મેરી સ્કૂલ નજીક વાળાઓને ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ બાદ તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિ઼લ દ્રારા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.






Latest News