મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાની શ્રી હડમતિયા કન્યા-કુમાર શાળા તેમજ માળીયા મોટીબરારની શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE











ટંકારાની શ્રી હડમતિયા કન્યા-કુમાર શાળા તેમજ માળીયા મોટીબરારની શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

ટંકારાની શ્રી હડમતિયા કન્યા તેમજ કુમાર શાળા તેમજ માળીયા(મિં) ના મોટીબરાર ગામની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયા હતા.

ટંકારા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધારેલ મહાનોભાવોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.બાળકો દ્વારા "મનુષ્ય તું બડા મહાન હૈ" અભિનય રજૂ કરવામાં આવ્યો હતો.નાયબ નિયામક એમ.જે.અઘારા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રીકાબેન, મામલતદાર ટંકારા કે.જે. સખીયા, લજાઈ સીઆરસી. શૈલેષભાઈ સાણજા, પંકજભાઈ રાણસરિયા અને રશ્મિબેન વિરમગામાનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતુ.

મહેમાનોના હસ્તે બાલ વાટિકા અને ધોરણ ૧ ના મળીને બન્ને શાળાના ૭૦ બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.શાળાની વિદ્યાથીની સિણોજીયા વૃંદા દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચાવડા અંજનાબેન દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે અમૃત વચન આપવામાં આવ્યું હતુ.ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રથમ નંબર મેળવેલ શ્રી હડમતિયા કન્યા શાળા તેમજ કુમાર શાળાના બાળકોનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું.  જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને એનએમએમએસની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતુ.નાયબ નિયામક એમ.જે. આધારા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન આપવામાં આવ્યું હતુ.શાળાના શિક્ષક ભાગીયા દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પણ પર્યાવરણ વિશેની જાગૃતિ કેળવાય તે હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.પધારેલ મહાનુભાવો અને ગ્રામજનોએ સરકાર તરફથી મળતી સાધન સામગ્રી નિહાળી હતી. એમ.જે.અધારા દ્વારા કમ્પ્યુટર લેબની રીબીન કાપીને બાળકો માટે કમ્પ્યુટર લેબ ખુલી મુકવામાં આવી હતી.

મોટીબરારની શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

માળિયા તાલુકાના મોટીબરાર ગામે રત્નમણિ પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.આ પ્રવેશ ઉત્સવમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.સાથે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ ૩ થી ૧૨ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા રમત-ગમત અધિકારી રવિભાઈ ચૌહાણ, નરસિંહભાઈ, સરવડ સીઆરસી મહેશભાઈ ચૌહાણ, મોટી બરાર ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, એસએમસી અને એસએમડીસી ના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ તેમજ શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.






Latest News