મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ


SHARE











મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ

મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડને નવો બનાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઇ, રાણેવાડીયા, દેવેશભાઈ મેરૂભાઈ અને મુશાભાઈ બ્લોચ દ્વારા ચીફ ઓફિસર, વહીવટદાર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે. મોરબીમાં દરબારગઢથી નગરદરવાજા થઈને જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે

વધુમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ જૂનું વચન યાદ અપાવીને તાત્કાલિક રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. પૂર્વ કાઉન્સિલર અનીલભાઈ મહેતાએ પણ ચૂંટણી વખતે દરબારગઢથી ગ્રીન ચોક સુધી આરસ પાણાનો રોડ બનાવી દેવાની વાત કહી હતી તો તાત્કાલિક આ રોડ નવો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ છે કે, રોડમાં ખાડાના લીધે વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોને ગંભીર ઈજાઓ થાય છે જેથી તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. 






Latest News