હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણી માટેની 120 નંગ બોટલો અપાઈ


SHARE







મોરબીના શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણી માટેની 120 નંગ બોટલો અપાઈ

મોરબીના શિવધુન મંડળ રવાપર ક્રિષ્ના સ્કૂલ પાસે વાળા દ્વારા લક્ષ્મીનગર મુકામે પ્રજ્ઞાચક્ષુઓને 120 નંગ એક લિટરની ઠંડા પાણીની  બોટલ આશરે 51,000 રૂપિયાની ભેટ આપવામાં આવેલ છે. પ્રજ્ઞાચક્ષુઓને કામે જાય ત્યારે પીવાનું ઠંડુપાણી મળે તે હેતુથી આ બોટલો આપવામાં આવેલ છે.

મોરબીના શિવધુન મંડળ પરિવાર દ્વારા જુદાજુદા સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જેવા કે, આપણી પ્રાચીન સંસ્ક્રુતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી અને તેના થકી એકત્રીત થતા અનુદાનમાંથી  તે જ દિવસે જુદી જુદી ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપવામાં એ છે. તેમજ એકત્રીત થતું અનાજ દરરોજ પક્ષીઓને સવાર  સાંજ 20 કિલોથી વધુ ચણ નાખવામાં આવે છે તેમજ સરકારી હોસ્પિટલમાં જઈ પ્રસુતિ વિભાગમાં મહિનામાં 10 થી 20  દિવસ કાટલાવાળા  લાડવા પ્રસાદ રૂપે છેલ્લા પાંચ વર્ષથી આપવામાં આવે છે અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશન કીટ પણ જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. તથા શોભેસ્વર રોડે અનાથ આશ્રમ તેમજ વૃદ્ધા આશ્રમમાં જરૂરી રાશન કીટ, કર્તવ્ય જીવદયા કેન્દ્રામાં બીમાર પક્ષીઓ માટે મેડિકલ કીટ (દવાઓ), રવાપર  ઘુનડા રોડ ઉપર ઝૂંપડપટીમાં જઇ નાના બાળકોને બટુક ભોજન સહિતની સેવા કરવામાં આવે છે.






Latest News