ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા નેશનલ હાઇ-વે ઉપરથી ૮૪ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







માળીયા નેશનલ હાઇ-વે ઉપરથી ૮૪ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ ઝડપાયા

માળીયા નેશનલ હાઇ-વે રોડ પર આરામ હોટલ સામે કચ્છથી માળીયા તરફ આવતા રોડ પરથી પસાર થતી મારુતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરતાં તે ગાડીમાથી ૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ,૩૭,૦૦૦ ના મુદામાલ સાથે હાલમાં બે શખ્સોની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો કયાથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા નેશનલ હાઇ-વે રોડ પર આરામ હોટલ સામે કચ્છથી માળીયા તરફ આવતા રોડ પરથી પસાર થતી મારુતી ઇકો ગાડી આવી રહી હતી જે ઇકો ગાડી નંબર જીજે ૩ એલજી ૫૦૮૦ ને રોકીને પોલીસે ચેક કરતાં તેમાથી ૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ,૩૭,૦૦૦ ના મુદામાલ સાથે હાલમાં ઇમરાનભાઇ કાળુભાઇ દીવાન જાતે ફકીર (ઉ.૩૪) રહે. ભગવતીપરા શેરી નં-૪ રાજકોટ અને ઇમરાનશા કાસમશા દીવાન જાતે ફકીર (ઉ.૩૦) હે બજાણા તાલુકો પાટડી વાળાની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો તે કયાથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામના બસ સ્ટેસન પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની ૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૮૦૦ ની કિંમતનો દારૂ કબ્જે કરીને સંજયભાઇ જેસીંગભાઇ હાંડા જાતે કોળી (ઉ.૨૭) રહે. વાંકાનેર મીલ પ્લોટ નવજીવન સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો કયાથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે  


દારૂ સાથે ઝડપાયો

માળિયા કચ્છ નેશનલ હાઇ-વે ચેક પોસ્ટ નજીક આવેલ ઓનેસ્ટ હોટેલ પાસેથી પસાર થતી સ્કોર્પિયો કાર નં- જીજે ૧ આરડી ૦૧૫૧ ને રોકીને પોલીસે ચેક કરતાં કારમાં બેઠેલા શખ્સ પાસેથી ઈંગ્લિશ દારૂ ૨૦૦ એમએલ મળી આવ્યો હતો જેથી પોલીસે સ્કોર્પિયો કાર અને દારૂ મળીને ,૦૦,૧૦૦ ના મુદામાલ સાથે રાજનભાઈ ચંદુભાઈ રાણા જાતે બ્રહ્મભટ્ટ (ઉ.૩૪) રહે. સાબરમતી સર્વોતમ નગર સોસાયટી બ્લોક નં- એ-૧૪૩ અમદાવાદ વાળાની ધરપકડ કરલે છે






Latest News