મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં લુણસર  ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને મહિલા સહિત 4 વ્યક્તિએ માર માર્યો


SHARE











વાંકાનેરનાં લુણસર  ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને મહિલા સહિત 4 વ્યક્તિએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં લુણસર  ગામે દસેરાના દિવસે તાવાના ચુલા ખસેડવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને યુવાનને મહિલા સહિત ચાર વ્યક્તિઓ દ્વારા ધોકા અને પાઇપ વડે માર મરવામાં આવેલ છે જેથી યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં લુણસર  ગામે રહેતા ભરતભાઇ જીવાભાઇ ચાવડા (ઉ.૩૩) એ હાલમાં અશ્વીન કાંતીભાઇ ચાવડા, કાંતીભાઇ લક્ષ્મણભાઇ ચાવડા, ચંદ્રીકાબેન અશ્વીનભાઇ ચાવડા રહે ત્રણેય લુણસર અને કુણાલ મુકેશભાઇ પરમાર રહે. ઇન્દીરાનગર મોરબી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા તા.૧૬/૧૦ ના ત્રણેક વાગ્યાના અરસામા લુણસર ગામમાં દશેરાના દીવસે કુટુંબ પરીવાર ભેગો થયેલ હોય તે વખતે તાવાના ચુલા ખસેડવા બાબતે બોલાચાલી થયેલ હતી જેથી ફરિયાદીએ અશ્વીન કાંતીભાઇ ચાવડાને કહેલ કે મોટા વડીલો બોલતા હોય તેમા આપણે છોકરાએ ન બોલવુ જોઇએ જે તેને સારું નહી લાગતા આ કામના આરોપીઓએ ફરિયાદી યુવાનને લાકડી તથા પાઇપ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News