ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરવાના ગુનામાં પાંચની ધરપકડ 


SHARE







મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરવાના ગુનામાં પાંચની ધરપકડ 

મોરબીના પીપળિયા ગામ પાસે આવેલ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આઇસર ગાડીના માલિક અને ડ્રાઈવર દ્વારા ૩,૨૭,૫૪૦ નો માલ ભરવામાં આવેલ હતો જે અમદાવાદ કારખાનેદારના ડિલરને નહિ પહોચાડીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે હાલમાં પોલીસે પાંચ આરોપીઓની  ધરપકડ કરલે છે અને આરોપીએ બોગસ નામ ધારણ કરીને કારખાનેદારની સાથે છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી નગર-૧ માં રહેતા મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારા જાતે પટેલ (ઉ-૩૨)એ બ્રાઉન કલરની આઈસર ગાડી નં- જીજે 23 એટી ૦૭૨૫ ના માલિક મયુરભાઈ જેના મો.નં ૮૭૩૪૦ ૯૩૩૩૬ તથા તેમના ડ્રાઈવર મયુરસિંહ જેના મો.નં-૯૧૦૪૬ ૫૭૪૬૩ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૨૯/૯/૨૦૨૧ થી આજ દિન સુધીમાં મોરબી તાલુકાના પીપળિયા ગામની સીમ સર્વે નં-૧૩૩/૩ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આરોપીઓએ ફરીયાદિને વિશ્વાસમા લઈ ફરીયાદીના કારખાનામાથી ૩૭૦ પ્લેટ જેની કિંમત ૩,૨૭,૫૪૦ થાય છે તે માલ પોતાના વાહનમાં લઈ જઈને ફરિયાદીના ડિલર પ્રાઈમ પેનલ્સ અમદાવાદ ખાતે નહિ પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિડી કરેલ હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી ૪૦૭૪૨૦૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા.

આ ગુનામાં પોલીસે વિશાલભાઈ અશ્ર્વિનભાઈ માયાણી (ઉ.૨૪) રહે. રાજકોટ કોઠારીયા મેઇનરોડ રણુજાના મંદીર પાછળ શ્યામ પાર્ક-૨ રાજકોટ, ઇમરાનભાઈ ઉસ્માનભાઈ સોરા (ઉ.૨૮) રહે. રાજકોટ સર્કલ પાશે શેરી નં ૪, સોયબભાઈ મહેબુબભાઈ ધૈયમ (ઉ.૨૭) રહે. રાજકોટ ભગવતી પરા સુખસાગર સોસાયટી શેરી નં-ર રાજકોટ, સલીમભાઈ મહમદભાઈ જુણેજા જાતે સંધિ (ઉ.૨૧) રહે. જંગલેશ્ર્વર સોસાયટી હુશેની ચોક શેરી નં-૯ રાજકોટ અને સુભાષભાઈ કાન્તીભાઈ ગોસાઇ (ઉ.૩૮) રહે. રાજકોટ એફ.સી.આઇ ગોડાઉન પાછળ અમી હાઇટ્રસ રાજકોટ વાળાની  ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વિશાલ અને ઇમરાને બોગસ નામ મયુર અને મયુરસિંહ ધારણ કર્યું હતું અને બાદમાં કારખાનેદારની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે હાલમાં પોલીસે આરોપીઓ ૩૭૦ પ્લેટ લઈ ગયા હતા તેમાથી ૩૦૦ પ્લેટ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News