ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું


SHARE







 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા રામાયણના રચિયતા આદિ કવિ વાલ્મીકી ઋષિની જયંતી નિમિતે મોરબીના વાલ્મીકી વિસ્તારમાં ભવ્ય અને ઐતિહાસીક રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉજયંતીભાઈ ભાડેસિયામોરબી જીલ્લાના સંઘચાલક લલિતભાઈ ભાલોડીયાજીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, જીલ્લા સમરસતા સમીતીના સુરેશભાઈ કુંડારીયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અગ્રણી રમેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને વાલ્મીકી ઋષિની આરતી કરવાની સાથો સાથ વાલ્મીકી સમાજની ૧૫ દિકરીઓના જમણા પગના અંગુઠા ધોઈ તેમની પુજા કરેલ હતી અને ચરણામૃત લીધેલ હતું ત્યાર બાદ મુખ્ય વકતા તરીકે મહેશભાઈ બોપલીયાએ મહર્ષિ વાલ્મીકીજીનું ભારતીય જન સમાજ ઉપર ઘણુ બધુ મોટુ ઋણ છે. તેમને આ દેશને સમતાસમાનતાબંધુતાસમન્વયની ભાવનાનુ નિર્માણ કરવાના રચિયતા હતા. તેત્રાયુગમાં ઘણાં બધા ઋષિઓ હતા છતાં માં સિતા માતાને પ્રભુ રામચંદ્રજીએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં તેમના સરક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા તેમના સરક્ષણ હેઠળ સર્વગુણ સંપન્ન અને દરેક દરેક વિધામાં માહિર લવ અને કુશનો ઉછેર થયો હતો.






Latest News