મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મૈત્રી કરાર કરનારા યુવાનના માતા-પિતા સહિતનાઓને માર માર્યો, દીકરાને ભડાકે દેવાની ધમકી: સામસામી રાયોટિંગની ફરિયાદ


SHARE











મોરબીમાં મૈત્રી કરાર કરનારા યુવાનના માતા-પિતા સહિતનાઓને માર માર્યો, દીકરાને ભડાકે દેવાની ધમકી: સામસામી રાયોટિંગની ફરિયાદ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી મહિલાના દીકરાએ યુવતીને ભગાડીને લઈ જઈને તેની સાથે મૈત્રી કરાર કરેલ છે અને તે બંને સાથે રહે છે જે બાબતે યુવતીના મામા સહિતનાઓ દ્વારા યુવતીને ભગાડી જનાર યુવાનના ઘરે આવીને બોલાચાલી અને ઝઘડો કરવામાં આવ્યો હતો અને મહિલાને તેના બંને દીકરાને ભડાકે દેવાની ધમકી દેવામાં આવી હતી અને ત્યારબાદ ગાળો આપીને જાનથી માર નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને પક્ષેથી રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં આ બંને ગુનામાં કુલ મળીને સાત આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવ જાતે ભરવાડ (૪૬)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિરાજભાઈ પોપટિયા, કલ્પેશભાઈ દિનેશભાઈ કોળી, દિલીપભાઈ રઘાભાઈ કોળી, વિવેકભાઈ કિશોરભાઈ ધોળકિયા, રોહિત ઉર્ફે ટકો કુંભાર અને સિરાજભાઈનો સાળો અનિશ તથા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના દીકરા કુર્નેશ એ સિરાજ પોપટિયાની ભાણેજ ડોલી સાથે મૈત્રી કરાર કરેલ છે અને તે બંને સાથે રહે છે જે બાબતનો ખાર રાખીને સિરાજ પોપટિયાએ ફરિયાદીના પરિવારના સભ્યોને ફોન ઉપર ઉશ્કેરણી કરી હતી અને ગાળો આપી તેની ભાણેજને પાછી મૂકી જવા માટે કહ્યું હતું ત્યાર બાદ સાતે આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેના પતિને કહ્યું હતું કે તારા બંને દીકરાને ઘરની બહાર કાઢ મારી પાસે લાયસન્સ વાળી રિવોલ્વર છે હું ૨૪ કલાક ભેગી જ રાખું છું તારા છોકરાને ભડાકે દેવો છે અને આજે અમે પૂરી તૈયારી સાથે આવ્યા છીએ તમારી હવા કાઢી નાખવાની છે તેવું કહ્યું હતું ત્યારબાદ સિરાજભાઈ પોપટિયાએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢીને તેના પતિને મારવાનો પ્રયત્ન કરતા ફરિયાદીને જમણા હાથમાં છરી વાગી જતા ઈજા થઈ હતી અને બાકીના આરોપીઓએ લાકડાના ધોકા હાથમાં રાખીને ફરિયાદી સહિતનાઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ તથા આર્મ્સ એકટ કલમ ૩૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં સિરાજભાઈ પોપટિયા, કલ્પેશભાઈ દિનેશભાઈ કોળી, દિલીપભાઈ રઘાભાઈ કોળી અને વિવેકભાઈ કિશોરભાઈ ધોળકિયાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જ્યારે સામાપક્ષેથી સિરાજભાઈ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા જાતે ખોજા (૩૫) રહે સોઓરડી શેરી નં-૬ મોરબી વાળાએ સુરેશભાઈ ભરવાડ, રાહુલ સુરેશભાઈ ભરવાડ, સમીર ભરવાડ રહે ત્રણે લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ મોરબી તથા ભાનુબેન ભરવાડ, ગોપાલભાઈ ભરવાડ રહે. ત્રાજપર અને હિતેશભાઈ ભરવાડ, ગોપાલભાઈ ભરવાડના બે ભાઈઓ, કુર્નેશ સુરેશભાઈ ભરવાડ અને મકબુલ પીંજારાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીની ભાણેજ ડોલીને આરોપી કુર્નેશ ભરવાડ આજથી ત્રણેક માસ પહેલા ભગાડી ગયેલ છે અને રાહુલ ભરવાડએ ફરિયાદીને ફોન કરીને કહેલ કે તું તૈયારીમાં રહે જે તને મારી નાખવો છે તેવી ફોન ઉપર ધમકી આપી હતી જે બાબતે ફરિયાદીએ આરોપીઓના આગેવાનો સંપર્ક કરતા આ મેટર છોકરી બાબતની હોવાથી ઘર મેળે સમજૂતી કરી લેવાનું કહેતા ફરીયાદી પોતાના મિત્રો સાથે આરોપીના ઘરે રાહુલને ફોન નહીં કરવા કહેવા ગયો હતો ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા આરોપી સમીર ભરવાડે ફોન કરીને તેના સંબંધીઓને બોલાવ્યા હતા અને ફરિયાદીને સુરેશ ભરવાડ, સમીર ભરવાડ, ભાનુબેન ભરવાડ, ગોપાલભાઈ ભરવાડ અને ગોપાલભાઈ ભરવાડના બે ભાઈઓ દ્વારા લાકડાના ધોકા વડે શરીરને માર મારીને ઇજા કરવામાં આવી હતી તેમજ ડાબા પગના ઢીંચણમાં ફેકચર જેવી ઇજા કરવામાં આવેલ છે તેમજ રાહુલ ભરવાડે માથાના ભાગે ધારિયા જેવા હથિયારનો ઘા મારીને ઈજા કરી હતી તથા કુર્નેશ સુરેશભાઈ ભરવાડ, મકબુલ પીંજારા અને ગોપાલ ભરવાડના બે ભાઈઓએ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીના ઍક્સેસ સ્કૂટર તથા ઘરના દરવાજામાં ધોકા મારી નુકસાન કર્યું હતું અને ફરિયાદીના પત્નીને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં આ ગુનામાં પોલીસે સુરેશ ભરવાડ, રાહુલ સુરેશભાઈ ભરવાડ અને સમીર ભરવાડ રહે. ત્રણેય લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News