મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત


SHARE







મોરબીના વીસીપરા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીના જુદાજુદા વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વિસીપરા વિસ્તારમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધા માટે લોકો હેરાન છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરીને લોકોને નિયાનીત પાણી આપવાની માંગ કરી છે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં વિસીપરા વિસ્તારમાં આવેલ મદિના સોસાયટી, કુલીનગર-૨, શી ફાર્મ સરકારી વાડી, ભીમરાવનગર, વિસીનગર, ફુલછાબ સોસાયટી, મીલની ચાલી વિગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી આપવામાં આવતું નથી. અને આ વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચતુ નથી. જેના કારણે લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને પાણીની પાઈપ લાઈનમાં અલગ અલગ જગ્યાએ વાલ્વ મુકી પાણીનું યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે અને લોકોને પાણી પૂરતા પ્રમાણમા મળે તેના માટે યોગ્ય કકાર્યવાહી કરવાં આવે તેવી માંગ કરી છે






Latest News