ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મળેલ મહિલાની લાશને ફોરેન્સિક પીએમમાં ખસેડાઇ: દુષ્કર્મ-હત્યાની આશંકા


SHARE











મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મળેલ મહિલાની લાશને ફોરેન્સિક પીએમમાં ખસેડાઇ: દુષ્કર્મ-હત્યાની આશંકા

મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રોડે મચ્છુની કેનાલ ઉપર બનાવવામાં આવેલ નાલાની નીચેના ભાગમાંથી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને આ મહિલાની લાશને ઢાંકવા માટે તેની ઉપર બાવળની જાળીઓ મૂકી દેવામાં આવી હતી જેથી કરીને કોઈએ મહિલાની હત્યા કરીને લાશ ત્યાં મૂકી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ મહિલા સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તેની તપાસ માટે થઈને મૃતક મહિલાના બોડીને મોરબીથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રોડે મચ્છુની જે કેનાલ પસાર થાય છે તે કેનાલ ઉપર બનાવવામાં આવેલા નાલાની નીચેના ભાગમાંથી મહિલાની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડી હોવા અંગેની સ્થાનિક આગેવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં નાલાની નીચેના ભાગમાં મહિલાની લાશાને ઢાંકી દેવા માટે થઈને તેના ઉપર બાવળીની જાળીઓ મૂકી દેવામાં આવી હતી તેને દૂર કરવામાં આવતા કોહવાઈ ગયેલ હાલતમાં મહિલાની લાશ ત્યાંથી મળી આવી હતી જેથી પોલીસે મહિલાની લાશને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને હાલમાં ત્યાથી મહિલાની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે તેવી માહિતી આ અંગેની આગળની વધુ તપાસ કરતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર. જાડેજા પાસેથી જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક મહિલાના એક હાથ ઉપર સુનીતાબેન અને ભુરુભાઈ એવું લખેલ છે જેથી કરીને આ મૃતક મહિનાની ઓળખ મેળવવા માટે થઈને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને મૃતક મહિલાના કપડા અસ્તવ્યસ્ત હોવાથી તેની સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

દેશી દારૂનો આથો

મોરબી તાલુકાના ગૂંગણ ગામની સીમમાં સિંધોઈમાં વાળી વાડીના પાણીના વોંકળા પાસે બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૨૫ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૫૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ મગનભાઈ સાલાણી જાતે કોળી (૪૬) રહે ગૂંગણ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂ સાથે કાર ચાલક પકડાયો

વાંકાનેર તાલુકાના લુણસર ગામે પ્લોટ વિસ્તારમાં સહકારી મંડળી નજીકથી સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩ એનબી ૮૮૮૮ પસાર થતી હતી જેને રોકીને પોલીસે ચેક કરતા તે ગાડીમાંથી દારૂની એક ૪૦૦ એમ એલ દારૂ ભરેલ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦ રૂપિયાની કિંમતનો  દારૂ તથા દસ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧૦,૦૦,૧૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી મનીષભાઈ ઓધવજીભાઈ વસિયાણી જાતે પટેલ (૩૮) રહે વૃંદાવન પાર્ક દલવાડી સર્કલ સંસ્કૃતિ હાઈટ્સ ફલેટ નંબર ૧૦૨ મોરબી મૂળ રહે લુણસર ગામ પ્લોટ વિસ્તાર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News