મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામ પાસે અજાણ્યા યુવાને અંતિમ પગલું ભર્યું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE







મોરબીના ટિંબડી ગામ પાસે અજાણ્યા યુવાને અંતિમ પગલું ભર્યું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલા ટિંબડી ગામ નજીક બાવળની કાંટમાં આશરે ૩૫ થી ૪૦ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટિંબડી ગામે બાવળના ઝાડ સાથે એક અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આશરે ૩૫ થી ૪૦ વર્ષના અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈ લીધેલ છે જેથી તેનું મોત નીપજયું છે અને આ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

યુવાન ઉપરથી નીચે પટકયો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી ગામ પાસે સોલેન્ટ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન કાર્તિકભાઈ અભરામભાઈ કૂર્તિ (૨૦) નામનો યુવાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તે યુવાનને શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

વાહન અસ્કમતમાં ઇજા
માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામના રહેવાસી કુલદીપસિંહ જાડેજા (૩૩) મોરબીમાં શક્તિ ચેમ્બર પાસે આવેલ વિશાલ ફર્નિચર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઈજા થયેલ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News