ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની જવેનાઈલ કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન મુકત કર્યો


SHARE











મોરબીની જવેનાઈલ કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન મુકત કર્યો

મોરબી જીલ્લાની જવેનાઈલ કોર્ટે હળવદ તાલુકાના ઈશ્વનગર ગામની સીમમાથી અપહરણ તથા પોકસોના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

હળવદ તાલુકામાંથી ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ભારતીયદંડ સંહિતાની તથા પોકસો એકટની કલમ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક કિશોરની પૂછપરછ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વતી મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબી જુવેનાઈલ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી જેમાં તેની ધારદાર કાયદાકીય દલીલને ધ્યાને લઈને કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News