મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

બગાસુ ખાતા પતાસુ: મોરબીમાં હથિયાર આપનારને પકડવા ગયેલ પોલીસે વધુ એક હથિયાર સાથે આરોપીને પકડ્યો


SHARE







બગાસું ખાતા પતાસું: મોરબીમાં હથિયાર આપનારને પકડવા ગયેલ પોલીસે વધુ એક હથિયાર સાથે આરોપીને પકડ્યો

મોરબી શહેરના સમાકાંઠે વિસ્તારમાં વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા શખ્સે અગાઉ હથિયાર સાથે પકડાયેલા શખ્સને હથિયાર આપેલ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને હથિયાર આપનારા શખ્સનાં ઘરે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ઘરમાંથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને બંને ગુનામા આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી અગાઉ એક શખ્સ હથિયાર સાથે પકડાયો હતો તેને જે શખ્સે હથિયાર આપેલ હતુ તે સામાકાંઠે વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતો હરીકિશન મુંધવા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેના રહેણાંક મકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી હરીકિશન ઉર્ફે રમેશ ટીડાભાઈ મુંધવા જાતે ભરવાડ (૨૧) રહે. લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસો ખાતે આર્મ્સ્ એકટ ક-૨૫(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ અગાઉ એસઓજીની ટીમે વીસીપરામાંથી દેશી તમંચા સાથે વસીમ નામના એક શખ્સની ધરપકડ કરી હતી અને તે શખ્સે હરીકિશન ઉર્ફે રમેશ ટીડાભાઈ મુંધવા પાસેથી હથિયાર લીધેલ હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે ત્યાં તપાસ માટે ગયેલ હતી ત્યારે આ આરોપીના ઘરમાંથી વધુ એક હથિયાર મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં બે ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News