ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી પકડાઈ


SHARE







મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાન પાસેથી રોકડમોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી પકડાઈ

મોરબીના જુના ઘૂટું રોડે આવેલ સીમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને રોકીને એક શખ્સે લિફ્ટ લીધી હતી અને ત્યાર બાદ બે શખ્સો ત્યાં આવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ મળીને યુવાનનું બાઈક ઉભું રખાવીને તેની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ અને બાઈકની લૂંટ કરી હતી જેથી યુવાને ૨૬,૨૦૦ ના મુદ્દામાલની લૂંટ કરી હોવાની ફરિયાદ નોધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (૪૪)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરેશરવિ અને અજય નામના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે હરેશ નામના વ્યક્તિએ પોતાને મોરબી આવવું છે તેવું કહીને ફરિયાદીના બાઈકમાં લિફ્ટ લીધી હતી અને ત્યારબાદ પાછળથી રવિ અને અજય નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તે બંને આરોપીએ ફરિયાદી યુવાનનું બાઈક ઉભું રખાવીને તેને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી યુવાનને પકડી રાખીને હરેશ નામના શખ્સે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૨૦૦અન્ય કાગળ ભરેલું પાકીટ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ અને તેનું બાઈક નંબર જીજે ૩ એચ કે ૬૫૦૦ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૬૨૦૦ ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી અજય દેવાભાઈ સિહોરા જાતે કોળી (૧૯) રહે. થાનગઢ, રવિ ઉર્ફે રૈયો ભૂદરભાઈ પનારા (૨૩) રહે. નીચી માંડલ તાલુકો મોરબી અને હરેશ ઉર્ફે હની જીલાભાઈ સારલા જાતે કોળી (૨૫) રહે નળ ખંભા સારલા ફળી થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓની અટકાયત કરી છે અને રિમાન્ડ મેળવવા આગળની તજવીજ શરૂ કરેલ છે






Latest News