મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર


SHARE







મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર

રાજકોટ ગેમઝોન આગની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને ગેમ ઝોન ચેક કરવામાં આવ્યા ત્યારે એક પણ ગેઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે

છેલ્લા વર્ષોમાં સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી અનેક ઘટના બની છે તો પણ સરકારે કોઇની સામે આકરા પગલાં લીધેલ નથી જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું જ  રહે છે દરમ્યાન રાજકોટ ખાતે ગેમઝોન આગની ઘટના બની હતી જેમાં ૩૦ જેટલા લોકોના મોત નિપજ્યાં છે જે બનાવની હવે સીટ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે જો કે, મોરબીની વાત કરીએ તો ચલલા ઘણા સેમીથી મોરબીની આજુબાજુમાં પણ ગેમ ઝોન આવેલ હતા જો કે, તેને ચેક કરવામાં આવ્યા ના હતા પરંતુ રાજકોટની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને મોલ, સિનેમા હૉલ તેમજ ગેમ ઝોન ચેક કરવામાં આવે છે તેમાં યોગાટા, લેવલ અપ અને થ્રિલ એન્ડ ચિલ ત્રણ ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે જો કે, રાજકોટ સહિત ગુજરાતમાં જુદાજુદા શહેરમાં છેલ્લા વર્ષોમાં બનેલ ગંભીર બનાવોમાં કસૂરવારોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આગામી દિવસોમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિન નથી






Latest News