મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ નજીક છોટા હાથીના ચાલકે સાઇકલને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં ઉમિયા સર્કલ નજીક છોટા હાથીના ચાલકે સાઇકલને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીમાં ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં તેના પિતરાઈ ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે આવેલ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરતા અને ત્યાં પાર્કિંગમાં ઓરડીમાં રહેતા રમણસિંહ હરિસિંહ જાતે નેપાળી (૨૪) નામના યુવાને છોટા હાથી નંબર જીજે ૩૬ વી ૨૬૧૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપર ખોડિયારનગરના નાકા પાસેથી તેનો કાકાનો દીકરો કેશવસિંગ ગોમસિંગ નેપાળી (૧૯) સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી કરીને ફરિયાદીના કાકાના દીકરાને પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ઝેરી પાઉડર પીધો

મોરબી નજીકના લીલાપર ગામે રહેતો સુનિલ બાલચંદ વાદી (૩૦) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી પાવડર પી ગયો હતો જેથી કરીને તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

બાઇક અથડાયા

મોરબી તાલુકાના આમરણ પાસે જામનગર રોડ ઉપર રહેતા ઇસ્માઈલભાઈ મકબુલભાઈ મોવર (૨૨) નામનો યુવાન બાઈક લઈને આમરણ ટોલનાકા નજીકથી જતો હતો ત્યારે અન્ય બાઇક સાથે બાઇક અથડાયું હતું જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી






Latest News