મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના  કુંડા અને ચકલી ઘરનું  વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાળજાળ ગરમીમાં  રાહદારીઓ માટે લીંબુ વરિયાળી  સરબતનું પણ વિતરણ કરવામાં આવેલ હતું તે ઉપરાંત દાતા હસુભાઈ બી. પાડલિયા તરફથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનાં માધ્યમથી એક દિવ્યાંગ ભાઈને  વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી આ  ત્રિવિધ સેવાકીય પ્રોજેક્ટ  લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલા હાજર રહ્યા હતા અને તેની સાથે પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, ખજાનચી મણિલાલ કાવર, ભીખાભાઈ લોરીયા, ચંદુભાઈ કુંડારિયા, પી.એ. કાલરીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, દિપકભાઈ દેત્રોજા, રશ્મિકાબેન રૂપાલા તથા લિયો ઉર્વેશ માણેકલિયો હાર્દિક પરમાર, સત્યેશ્વર મહાદેવ મંદિરના પુજારી સહીતના હાજર રહ્યા હતા તેવું સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News