મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી બાબતે ધોકા વડે ૧૦ શખ્સોએ મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યો


SHARE







મોરબીમાં નજીવી બાબતે ધોકા વડે ૧૦ શખ્સોએ મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પાનની દુકાન પાસે કોઈ કારણોસર બોલાચાલિ થઈ હતી ત્યાર બાદ રાત્રિના ૧૨:૦૦ વાગ્યાના અરસામાં ૧૦ જેટલા શખ્સો દ્વારા ધોકા લઈને હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે મહિલા સહિત બે વ્યક્તિને માર મારવામાં આવતા ઈજા પામેલ હાલતમા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ડીલક્ષ પાન નજીક માવો ખાવા ગયેલા વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ભરતભાઈ જગદીશભાઈ વરાણીયા (૩૦) રહે. વીસીપરા મોરબી અને ધનુબેન રમેશભાઈ દેલવાણીયા (૪૫) રહે. ચાર ગોડાઉન પાસે વીસીપરા મોરબી વાળાઓને માથાના ભાગે વિશાલ પ્રભુભાઈ અને તેની સાથે આવેલા અન્ય દશક લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા હતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ હતી જેથી તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાનની દુકાન પાસે માવો ખાતા સમયે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ધનુબેન અને ભરતભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા છે જો કે, માથાકૂટ કઈ વાતને થયેલ છે તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એક્ટિવ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા વિશાલ દુબીભાઈ મુંડા (૧૮) નામનો યુવાન પોતાના ક્વાર્ટર પાસે હતો ત્યારે તેને ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા પુંજાભાઈ કારૂભાઈ ડગાયા (૬૫) નામના વૃદ્ધ મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર હોટલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સ્થાનિક પોલીસને સોપવામાં આવી હતી






Latest News