મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઈટીઆઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી


SHARE







મોરબી જિલ્લામાં આઈટીઆઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની  સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ - ૨૦૨૪ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ  કરવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID - UPI QR Code. 4.NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાના દરેક આઈ.ટી..આઈ ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ  ભરવા માટેની છેલ્લી તારીખ ૧૩-૦૬-૨૦૨૪ છે. વધુ માહિતી માટે સંસ્થાની https://itimorbi.gujarat.gov.in/ વેબ સાઈટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે ધો.૮-૯-૧૦ ની માર્કશીટ, પ્રયત્નનો દાખલો (Trial Certificate), શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતી-કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS), દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર, રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, બેંક પાસબુક (મરજીયાત), આવકનો દાખલો, BPL (જો લાગુ પડતું હોય) સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે તેમ મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.






Latest News