મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો, કારખાનેદારો વિગેરેને નુકશાન: વૃક્ષ-હોર્ડીંગ ધરાશાયી


SHARE







મોરબી શહેર-જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોકારખાનેદારો વિગેરેને નુકશાન: વૃક્ષ-હોર્ડીંગ ધરાશાયી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેવામાં ગઇકાલે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભાર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભર ઉનાળે ચોમાસામાં હોય તેવા કાળા ડિબાગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે અને આજે જુદાજુદા વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે પવન સાથે પડ્યો હતો જેથી કરીને ખેડૂતોકારખાનેદારો વિગેરેને નુકશાન થયેલ છે અને તોતિંગ વૃક્ષ અને હોર્ડીંગ ધરાશાયી થઈ ગયા હતા

ગઈકાલે સોમવારે સાંજના ૫:૦૦ વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા વાદળ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો તેવી માહિતી મળી હતી અને ભારે પવન સાથે પહેલા ધૂળની ડમરી ઉડી હતી અને ત્યાર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસામાં હોય તેવો વરસાદ શરૂ થયો હતો જેથી કરીને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોના ખેતરોમાં પડેલ જણસ ઉપર કમોસમી વરસાદનું પાણી પડતાં તેઓને નુકશાન થયેલ છે અને કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા તેમજ ઓદ્યોગીક વિસ્તારમાં ભારે પવનના લીધે કેટલાક કારખાનામાં પાતર ઉડવા લાગ્યા હતા અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે જેમાં માળીયા ૯ એમએમ, મોરબી ૮ એમએમ, ટંકારા ૫ એમએમ, હળવદ ૧૮ એમએમ અને વાંકાનેર ૪ એમએમ વરસાદ નોંધાયેલ છે મોરબી જિલ્લાના જુદાજુદા ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં કમોસમી વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવી પરિસ્થિતી ઊભી થયેલ હતી તેની સાથોસાથ કેટલીક જગ્યાએ ખેડૂતોના તૈયાર પાકને પણ ક્યાંકને ક્યાંક નુકસાની થયેલ છે અને કારખાનામાં પતરા ઊડ્યાં છે અને તોતિંગ વૃક્ષ અને હોર્ડીંગ તૂટી ગયેલ છે તેવી પણ માહિતી લોકો પાસેથી મળી રહી છે






Latest News