ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સિરામિકમાંથી ઇલેક્ટ્રીક એસી ડ્રાઇવની ચોરીના ગુનામાં પાંચની ધરપકડ


SHARE







મોરબીના લખધીરપુર રોડે સિરામિકમાંથી ઇલેક્ટ્રીક એસી ડ્રાઇવની ચોરીના ગુનામાં પાંચની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાંથી ૧૮ ઈલેક્ટ્રીક એસિ ડ્રાઇવ ની ચોરી કરવામાં આવી હતી જેની પાંચ શખ્સોની સામે કારખાનેદારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ચોરીના આ ગુનામાં પાંચેય આરોપીઓની ધરપકડ ધરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા બિપીનભાઇ ભુદરભાઇ પટેલ (37)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી કે લખધીરપુર રોડે સબવેય નામનું તેઓનું કારખાનું આવેલ છે જેમાંથી ૧૮ નંગ ઈલેક્ટ્રીક એસી ડ્રાઇવ જેની કિંમત ૯૦ હજારના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી માટે તેને જોગુભાઇ અકરભાઈ બારીયારાકેશભાઈ જાનુભાઈ ખોખરઈમરાનભાઈ ગુલામભાઇ ખોલેરા અને મોહમ્મદ ગુલામહુસેન કચ્છી સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં ચોરીના આ ગુનામાં પોલીસે જોગુભાઇ અકરભાઈ બારીયા (૨૮) રહે, ચારોલી એમપી, રાકેશભાઈ જાનુભાઈ ખોખર (૩૫) રહે, ખોખર એમપીઈમરાનભાઈ ગુલામભાઇ ખોલેરા (૨૬) રહે, ફૂલગલી ખાટકીવાસ મોરબી, ભંગારના ધંધાર્થી જાવિદ ગનીભાઇ ઘોણિયા (૩૩) રહે. કાલિકા પ્લોટ અને ભંગારના ધંધાર્થી મોહમ્મદ ગુલામહુસેન કચ્છી (૨૦) રહે. રણછોડનગર-૨ નવલખી રોડ વાળાની ધરપકડ કરવામાં આવી છે.






Latest News