ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના નવા અંજીયાસર ગામે પ્રેમ લગ્નની બાબતનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છરીઅને પાઇપ વડે ચાર શખ્સો નો હુમલો


SHARE











માળીયા મીયાણાના નવા અંજીયાસર ગામે પ્રેમ લગ્નની બાબતનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છરીઅને પાઇપ વડે ચાર શખ્સો નો હુમલો

માળીયા મીયાણા તાલુકાના નવા અંજીયારસર ગામે રહેતા શખ્સે પ્રેમ લગ્ન કરેલા હોય જેથી કરીને પરિવારજનો સાથે આરોપીને અણબનાવ હોય તે બાબતનો ખાર રાખીને યુવાન અને તેની સાથે રહેલા ત્રણ વ્યક્તિઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ બે શખ્સો દ્વારા હુમલો કરીને એક વ્યક્તિને જીવલેણ ઇજાઓ કરવામાં આવી છે તેમજ એક વ્યક્તિને પાઈપ વડે માર મારવામાં આવ્યો હોવાથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લાવેલ છે અને હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણાના ભોડીવાંઢ વિસ્તારમાં રહેતા શેરમામદભાઈ રાણાભાઇ નોતીયાર જાતે મીયાણા (૩૧) એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રસુલભાઈ વલીમામદભાઈ ઉર્ફે બચુભાઈ માણેક, હાસમભાઈ વલીમામદભાઈ માણેક, અવેસ વલીમહમદભાઈ માણેક અને સદીક રસુલભાઈ માણેક રહે બધા નવા અંજીયાસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે રસુલ માણેકે ફરિયાદીના બાપુજીની ફઈ ની દીકરી ને ભગાડી જઈને તેની સાથે પ્રેમ લગ્ન કરેલ છે ત્યારથી ફરિયાદી અને સાહેદોને આરોપી સાથે અણબનાવ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા ગફુરભાઈ અને અનવરભાઈ ની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે રસુલ માણેક અને હાસમ માણેકે છરી વડે ગફુરભાઈ આમદભાઈ પારેડી ઉપર હુમલો કરીને તેને પેટના ભાગીને પીઠના ભાગે જીવલેણ ઇજાઓ કરી હતી તેમજ અવે અને સદિકભાઈએ પાઇપ વડે અનવર ભાઈને માથામાં અને શરીરે ઇજાઓ કરી હોવાના કારણે ઇજા પામેલ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં શેરમામમદભાઈએ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News