મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ૨૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા સાતમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં નવલખી રોડ મોરબી ખાતે આ સમૂહલગ્ન યોજાશે આ સમૂહલગ્નમાં ૨૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે અને સમૂહલગ્નની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી. પંડ્યા દ્વારા કરાવવામાં આવશે આ સમૂહલગ્નનો તમામ ખર્ચ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કરવામાં આવશે અને ધક્કાવાળી મેલડી માતાજી મંદિરની આવકમાંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓને નોટબુક,પુસ્તક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે આ સાતમાં સમૂહલગ્નને સફળ બનાવવા ઘનુભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, રમેશભાઈ પટેલ, ધીરુભા જાડેજા, ભાવેશભાઈ મહેતા સહિત યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

નવરંગ નેચરલ કલબ

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે સનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૨/૫ ના રોજ સવારે ૮ થી ૧ દરેક જાતના ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો,, ચંપો દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર,સુધ્ધ ચોખ્ખું મધ, હરીપર જાનકી ઓઈલ મીલનુ ઘાણીથી પીલેલ કાળા-સફેદ તલનુ તેલ, ગાય આધારિત ફીનાઈલ, ગૌમુત્ર અર્ક, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા જાળના કુંડા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળસે તેમ પ્રમુખ વી.ડી.બાલા તેમજ લવજીભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવેલ છે.






Latest News