મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ફસાયા


SHARE







મોરબી જીલ્લાના 47 યાત્રાળુઓ ઉતરાખંડમાં ફસાયા છે કેમ કે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં રસ્તાઓ બંધ થઇ ગયા છે અને ટ્રાફિક પણ જામ થયો હોવાથી જુદાજુદા યાત્રાળુઓ ફસાયા છે ત્યારે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણાથી બાલાજી ટ્રાવેલ્સ બસમાં ગયેલા 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ગયા હતા તે ત્યા ફસાયા છે જો કે, હાલમાં તે તમામ હેમખેમ છે અનો આ યાત્રાળુઓમાં પાંચ બાળકો, 15 મહિલા અને 5 વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જીલ્લાના યાત્રાળુઓ પૈકીના વિવેકભાઇ મનસુખભાઇ પરમાર સાથે વાતચીત કરી હતી અને તેઓના ખબક પુછ્યા હતા અને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કમિશનર સાથે સંપર્કમાં રહીને યાત્રાળુઓને માટે વ્યવસ્થા ગોઠવાવી હતી હાલમાં ભારે વરસાદના લીધે રસ્તા બંધ થતા મોરબી જીલ્લાના 47 યાત્રાળુઓ સહિતના ઘણા લોકો ત્યા ફસાયા છે ત્યારે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી હોય વહેલી તકે પરિસ્થિતિ સામાન્ય થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે






Latest News