મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડીયન લાયન્સ ક્લબ  દ્વારા ઓપન ગરબા હરીફાઈ યોજાઇ 


SHARE











મોરબી ઇન્ડીયન લાયન્સ ક્લબ  દ્વારા ઓપન ગરબા હરીફાઈ યોજાઇ 

ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈમાં મોટી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો આ હરીફાઈમાં ૧૫ વર્ષ સુધીની બાળાઓ મન મૂકીને રમી હતી તો છેલ્લા રાઉન્ડમાં ક્લબ ના સભ્યો વચ્ચે હરીફાઈ યોજાયેલ હતી અને બંને હરીફાઈઓમાં પ્રથમ નંબરે આવેલ વિજેતાને સોનાની બુટી, બીજા નંબરે વિજેતાને પણ સોનાની બુટી અને ત્રીજા નંબરે આવેલ હરીફને પણ સોનાની ચૂક ઈનામમાં આપવામાં આવી હતી તેમજ વિજેતા થયેલ તથા ભાગ લેનાર તમામ અને ક્લબના સભ્યોને ગ્લાસ સેટ ભેટ આપવામાં આવેલ હતો આ કાર્યક્રમ માટે સ્પોનસર ક્લબના સભ્ય અને ગુજરાત સ્ટેટ ઉપપ્રમુખ ધીરુભાઈ સુરેલિયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, સેક્રેટરી હર્ષદભાઈ ગામી તથા પ્રોજેક્ટ ચેરમેન વંદનાબેન જોશી ધર્મિષ્ઠાબેન વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી






Latest News