મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

લોકશાહીનો મહાપર્વ: મોરબી જીલ્લામાં કાલે સવારે ૭ થી સાંજે ૬ સુધી ચાલશે મતદાન


SHARE







લોકશાહીનો મહાપર્વ: મોરબી જીલ્લામાં કાલે સવારે ૭ થી સાંજે ૬ સુધી ચાલશે મતદાન

મોરબી જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે. અને મતદાન મથકો ખાતે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 

મતદાનનો સમય તા.૭ મે સવારના ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીનો છે. મતદાર માહિતી કાપલી માત્ર માહિતી માટે જ છે મતદાન માટે ઓળખનો પુરાવો નથી. મતદાન મથકે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો ૧૯૫૦ પર ફરિયાદ કરી શકાય છે. દરેક નાગરિકે પોતાની મતદાનની ફરજ નિભાવી સપરિવર મતદાન કરવા અવશ્ય જવું જોઈએ.

ચૂંટણીકાર્ડ ઉપરાંતના વૈકલ્પિક પુરાવા

મતદારો જ્યારે મતદાન કરવા જાય ત્યારે મતદાર કાપલી સિવાય પણ એક પુરાવો લઈ જવાનો રહેશે. જેમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાસબુક(બેન્ક/પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરાયેલ ફોટો સાથેની), લેબર મિનિસ્ટ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, સ્માર્ટકાર્ડ(NPR અંતર્ગત RGI દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ), ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનું પેન્શન ડોક્યુમેન્ટ, રાજ્ય/કેન્દ્ર સરકાર,પી.એસ.યુ. દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ફોટા સાથેનું સેવા ઓળખપત્ર, ઓફિશિયલ આઈ. ડી. કાર્ડ (એમ.પી./એમ. એલ.એ), યુનિક ડિસેબીલીટી આઈડી માન્ય રહેશે.






Latest News