મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના બાયપાસ રોડે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સ્સ સિનેમા સામે રસ્તા ઉપરથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા રહેવાસી તોહીન હારૂનભાઈ મોવર (૩૦) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલા નેક્સ્સ સિનેમા સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા વિઠલાપરા ગુણવંતભાઈ મગનભાઈ (૫૫) નામના આધેડ મોરબીના સનાળા ગામ પાસે આવેલ સીએનજી પમ્પ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ જેરામભાઈ ચૌહાણ (૬૨) નામના વૃદ્ધ મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ શક્તિ ચોક પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા અને ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેનું બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં કિશોરભાઈને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા ઉદયભાઇ રમેશભાઈ રાજપરા (૩૦) નામનો યુવાન બાઇક લઇને જોધપર નદી ગામથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં રોડ ઉપર રેતીમાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં ઉદયભાઇને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News