મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામેથી ૧૮૦ લીટર બાયોડીઝલ સાથે બે ઝડપાયા


SHARE







મોરબીના ટીંબડી ગામેથી ૧૮૦ લીટર બાયોડીઝલ સાથે બે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ટીંબડી ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે કાર તેમજ ટ્રેઇલરમાંથી ૧૮૦ લીટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઇસમોની ધરપરડ કરવામાં આવી છે અને ૧૩.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

 મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને મળેલ બાતમીના આધારે ગત મોડીરાત્રીના મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટિંબડી ગામ નજીક વોચ ગોઠવી હતી ત્યારે મહિન્દ્રા કેયુવી હંડ્રેડ કાર નંબર જીજે ૩૬ બી ૪૬૧૦ કિંમત રૂપિયા ૩ લાખ તેમજ અશોક લેલન કંપનીનું ટ્રેલર નંબર જીજે ૩૬ ટી ૪૦૩૬ કિંમત રૂપિયા ૧૦ લાખ શંકાસ્પદ હાલતમાં જણાવતાં તેની તલાસી લેવામાં આવતા ટ્રેલરમાંથી છ કેરબા મળી આવ્યા હતા જેમાં ૩૦ લિટરની ક્ષમતાવાળા છ કેરબામાથી ૧૮૦ લીટર પીળા કલરનું વાસવાળું બાયોડીઝલ મળી આવ્યું હતું જેથી રૂ. ૧૩૫૦૦ ની કિંમતના ૧૮૦ લિટર બાયોડીઝલના જથ્થા સહિત કુલ મળીને ૧૩,૧૩,૫૦૦ ના મુદામાલ સાથે અશ્વિન પ્રભુભાઈ પટેલ (૩૪) રહે, મોરબી તેમજ વિપુલ દેવજીભાઈ રાઠોડ જાતે કોળી (૨૧) રહે, વવાણિયા માળીયા મીયાણા વાળાઓની ઉપરોક્ત જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News