મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાઑ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે જાગૃતિના કાર્યક્રમ યોજાયા


SHARE









મોરબીમાં જુદીજુદી સંસ્થાઑ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે જાગૃતિના કાર્યક્રમ યોજાયા

વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે શેરી નાટક રજૂ કર્યું હતું. જેના દ્વારા બાળકોએ લોકોને મેલેરિયા અને મચ્છરોથી બચાવવા માટેની ટિપ્સ શેર કરી હતી અને આ જીવલેણ રોગથી દરેકને બચાવવા અને પોતાની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સીમા જાડેજાએ જણાવ્યુ હતું કે, ભારતમાં દર વર્ષે હજારો લોકો મેલેરિયાના કારણે જીવ જાય છે જેથી લોકોને જાગૃત કરવા માટેનો આ પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમ રમતગમત વિભાગના અધ્યક્ષ ડો. અલી ખાનના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયો હતો આવી જ રીતે હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ ગામે દેવદયા માધ્યમિક શાળા, લજાઈ તાલુકા શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ટંકારા હેલ્થ ઓફિસ હેઠળના તમામ આરોગ્ય કેંન્દ્રો દ્રારા વિશ્વ મેલરીયા દિવસની ઉજવણી કરવામા આવેલ હતી અને વાહક જન્ય રોગો જેવાકે મલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુના નિયંત્રણ અને અટકાયતી પગલા માટે લોકોને શું તકેદારી રાખવી તે બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા




Latest News