મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીની જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીની જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર કે.બી. ઝવેરીએ હીટ વેવને પગલે હાલ ફિલ્ડના કર્મચારીઓ માટે મંડપ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા, બુથ પર તમામ નોડલ અધિકારીઓને મુલાકાત કરવા, સ્ટાફ ડેટાબેઝ સેકન્ડ રેન્ડમાઈઝેશન માટેની યોગ્ય તૈયારીઓ કરવા, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાન કરી શકે માટે ફેસેટિલેશન સેન્ટર સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા, 85+ અને PWD મતદારો માટે વ્હીલચેર, વાહન તથા સહાયકની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા, મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજવા અને જ્યાં અગાઉ ઓછુ મતદાન થયું હોય તેવા મતદાન મથકોમાં પર વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા, તમામ બુથ પર પોલીંગ સ્ટાફ માટે વેલ્ફેર કીટ, મેડિકલ કીટ તથા અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંલગ્ન નોડલ અધિકારીઓને સુચના આપી હતી.  આ બેઠકમાં ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, આચારસંહિતા (MCC) નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા સહિત અન્ય નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News