મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ચા ની હોટલે બેઠેલા વૃદ્ધને અગાઉની માથાકૂટનો ખાર રાખીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના આમરણ ગામે ચા ની હોટલે બેઠેલા વૃદ્ધને અગાઉની માથાકૂટનો ખાર રાખીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના આમરણ ગામે બસ સ્ટેશનમાં ચા વાળાની હોટલે બેઠેલા વૃદ્ધને એક વર્ષ પહેલા થયેલ માથાકૂટનો ખાર રાખીને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી અપમાનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા નાથાલાલ છગનભાઈ સાવરીયા જાતે અનુ. જાતિ (૬૩)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવાડીયા રહે. મૂળ ફળસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ મોરબી તાલુકાના આમરણ ગામે બસ સ્ટેશનમાં રામાભાઇ ચા વાળાની હોટલ પાસે બેઠા હતા ત્યારે આરોપી ત્યાં પોતાનું બાઈક લઈને આવ્યો હતો અને એક વર્ષ પહેલા હનુમાનજી અને મહાદેવના મંદિરે આરોપી અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય જેથી તેને ત્યાંથી કાઢેલો હતો જે બાબતનો ખાસ રાખીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને જાહેરમાં તેને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહ્યા હતા અને અપમાનિત કરીને ગાળો આપી હતી બાદમાં લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧) (આર) (એસ)૩(૨) (૫-એ) તથા GP ACT કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News