મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણનું ખુલ્લેઆમ કોંગ્રેસનાં પરેશભાઈ ધાનાણીને સમર્થન


SHARE





ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણનું ખુલ્લેઆમ કોંગ્રેસનાં પરેશભાઈ ધાનાણીને સમર્થન

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભાજપનું અભિમાન ઓગાળવા અને બહેન દીકરીઓના સ્વમાન અને સ્વાભિમાન માટે થઈને આ યુદ્ધ શરૂ થઈ ગયું છે અને તેમાં દરેક જ્ઞાતિ સમાજ અને સંગઠનનો કોંગ્રેસને ટેકો અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકા કોંગ્રેસના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ખુલ્લેઆમ સામે આવીને પરેશભાઈ ધાનાણીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે

આગામી તા.૭ મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે થઈને ઉમેદવારો દ્વારા હાલમાં ફોર્મ ભરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન ટંકારા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા પરેશભાઈ ધાણાનીનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ તેઓએ રાજકોટ લોકસભા વિસ્તારની અંદર જનસંપર્ક શરૂ કર્યું છે અને તેવામાં તેઓ ટંકારા તાલુકામાં આવ્યા હતા અને ટંકારા ખાતે આવેલ કોંગ્રેસના કાર્યાલય ખાતે તેઓએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ટંકારાના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભૂપતભાઇ ગોધાણી, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા, રાજુભાઇ આહીર, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતાઓની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે જન સંપર્ક કર્યો હતો અને આગામી ૧૯ મી તારીખે તેઓ ફોર્મ ભરવા માટે જવાના છે તેવી વાત તેઓએ જણાવી હતી અને ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે આ લોકસભા બેઠક જીતવા માટેની ચૂંટણી નથી પરંતુ આ ભાજપનું અભિમાન ઉગાળવા અને બહેન દીકરીઓના સ્વમાન અને સ્વાભિમાન માટેનું યુદ્ધ શરૂ થયું છે જેમાં દરેક જ્ઞાતિ-સમાજ અને સંગઠનનો કોંગ્રેસને ટેકો અને સમર્થન મળી રહ્યું છે આ તકે ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજના કૃષ્ણસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ ક્ષત્રિય સમાજ સહિતના અઢારે વરણનો ટેકો આ વખતે કોંગ્રેસને મળશે તેવું એલાન કર્યું છે




Latest News