તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે યુવાન ઉપર રાત્રિના પાંચ લોકોનો હુમલો, માથામાં ઇજા થતા સારવારમાં


SHARE











મોરબીના રંગપર પાસે યુવાન ઉપર રાત્રિના પાંચ લોકોનો હુમલો, માથામાં ઇજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેના વિરાટનગર વિસ્તારમાં રહેતા અને ત્યાં આવેલ સીરામીકના એક બંધ કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામકાજ કરતા યુવાનની ઉપર બે દિવસ પહેલાં રાત્રી દરમિયાન અજાણ્યા પાંચેક ઇસમો દ્વારા હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો અને યુવાનને માથાના ભાગે કોઈ વસ્તુ ફટકારી દેવામાં આવતા તેને જેતપર પીએસસી ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યો હતો.આ બનાવની તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.શું આ હુમલો લુંટ કે ચોરીના ઇરાદે હતો કે કોઇ અન્ય બાબતે..? તે હાલ તપાસનો વિષય છે.

બનાવ સંદર્ભે તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીકના વિરાટનગરની પાસે રહેતા અમીરામભાઈ વિજાભાઈ ઠાકોર નામનો ૩૬ વર્ષનો યુવાન રંગપર પાસે આવેલ સિરામિકના બંધ કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.જયાં ગત તા.૧૦-૪ ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં આશરે પાંચેક અજાણ્યા ઈસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અમીરામભાઇની ઉપર કોઇ કારણ વગર હુમલો કરીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને તે યુવાનના માથામાં કોઈ વસ્તુ ફટકારી દેવામાં આવી હતી.જેથી અમીરામભાઇ ઠાકોરને જેતપરના પીએસસી સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા આ બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ધરમપુર ગામના પાટીયા નજીકથી બાઈક લઈને જઇ રહેલા યુવાનના બાઈકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું.જે બનાવમાં મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ખાખરીયા નામના ૨૭ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.સુનિલભાઈ ખાખરીયા પોતાનું મોટરસાયકલ લઈને ધરમપુર ગામના પાટીયા પાસેથી જતા હતા ત્યારે તા.૧૧ ના મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમના વાહનને હડફટે લીધું હતું.જેથી માથા તથા જમણા હાથના ભાગે ઇજાઓ થવાથી સુનિલભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં સારવાર કરીને પોલીસમાં જાણ કરાતા હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News