મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર સંમેલન પહેલા કાજલ હિંદુસ્તાનીની વાતનું પોલીસે કર્યું ખંડન


SHARE







મોરબીમાં પાટીદાર સંમેલન પહેલા કાજલ હિંદુસ્તાનીની વાતનું પોલીસે કર્યું ખંડન

છેલ્લા ઘણા સમયથી કાજલ હિંદુસ્તાનીનો મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશેનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાઇરલ છે તેને લઈને પાટીદાર સમાજમાં રોષની લાગણી છે અને કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં આજે પાટીદારોનું મહાસંમેલન યોજવાનુ છે ત્યાર પાસે મોરબીમાં ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં પોલીસે જણાવ્યુ છે કે, મોરબીની એક જ કોજેલમાંથી સાત દીકરી સાથે જે પ્રકારનો વિડીયો છે તેવી કોઈ ઘટના બનેલ નથી તેમ જણાવીને કાજલ હિંદુસ્તાનીની વાતનું આડકતરી રીતે ખંડન કર્યું છે

સુરતમાં થોડા સમય પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી “જેમાં કહ્યું હતું કે એક જ કોલેજની સાત પટેલની દીકરીઓને બોય ફ્રેન્ડ બધા મુસલમાન બનાવેલ છે અને અંદરો અંદર બોય ફ્રેન્ડ સ્વેપિંગ કરેલ છે અને ૪૦ લાખ રૂપિયાની ગાડી લઈને ગિફ્ટ આપી દીધેલ છે પિતા પૈસા કામવામાં વ્યસ્ત છે અન માતા રિલ્સ બનાવવામાં વ્યસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે તેમાથી બે પાંચ લાખ લે તો કોને ખબર પાડવાની છે” જે ખોટી વાત છે તેવું મોરબીના પાટીદાર સમાજના આગેવનો કહી રહ્યા છે અને તેના જ માટે આજે સાંજે આઠ વાગ્યે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં રવપર રોડ ઉપર આવેલ બાપસીતા રામ ચોકમાં પાટીદાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે ત્યાર પહેલા આજે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને ડીવાયએસપી સમીર સરડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં સોશિઅલ મીડિયામાંથી વિડીયો મળેલ છે જેમાં મોરબીની એક જ કોજેલમાંથી સાત દીકરીને વિધર્મીઓ ભગાડી ગયેલ છે આ વિડીયો બાબતે સ્પષ્ટતા કરતાં અધિકારી કહ્યું હતું કે આવો કોઈ બનાવ કે કિસ્સો મોરબીમાં બનેલ નથી અને જો આવી કોઈ ઘટના બને તો મહિલાની સુરક્ષાને ધ્યાને રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવે છે આ, કાજલ હિંદુસ્તાનીએ મોરબીની જે ઘટના વિષેની વાત સ્ટેજ ઉપરથી કરી હતી તેનું આડકતરી રીતે મોરબી પોલીસે ખંડન કર્યું છે






Latest News