મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બાપા સીતારામ ચોકમાં કાલે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન


SHARE







મોરબીના બાપા સીતારામ ચોકમાં કાલે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે અગાઉ રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબીની તાલુકા કોર્ટમાં બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ પણ આપવામાં આવી છે તો પણ કાજલ હિંદુસ્તાનીએ હજુ સુધી મોરબીના પાટીદાર સમાજની માફી મંગેલ નથી ત્યારે મોરબી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની આગેવાની હેઠળ પટેલ કન્યા છાત્રાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તા ૯/૪ ને મંગલવારે મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે જેમાં ૨૫ હજાર થી વધુ પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

સુરતમાં થોડા સમય પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી છે અને થોડા દિવસો પહેલા મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનીને માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે, તેના દ્વારા માફી માંગવામાં આવી નથી જેથી કરીને ત્યાર બાદ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે કાયદેસરની કાર્યવાહી માટે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે

તો પણ કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની માફી માંગી નથી ત્યાર બાદ મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર  સમાજના વિવિધ સંગઠનોના આગેવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે તા ૯/૪ ને મંગલવારના રોજ મોરબીમાં રવપર રોડ ઉપર આવેલ બાપસીતા રામ ચોકમાં રાતે ૮:૦૦ વાગ્યે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અનુસંધાને પટેલ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજના આગેવાનીની હાજરીમાં સોમવારે સાંજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, કાજલ હિન્દુસ્તાની દ્વારા હજુ સુધી સમાજની માફી માંગવામાં આવેલ નથી જેથી મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે અને તેમાં મોરબી તેમજ જીલ્લામાં રહેતા ૨૫ હજારથી વધુ પાટીદાર લોકો ઉમટી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો હજુ પણ કાજલ હિન્દુસ્તાની સમાજની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં મોરબી બંધનું એલાન આપવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં તેની વિરુદ્ધમાં સંમેલનો બોલાવવામાં આવશે તેવી ચીમકી પાટીદાર સમાજના આગેવાનોએ ઉચ્ચારી છે






Latest News