મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારામાં જુગારની રેડ, ૯ જુગારી ૧.૬૮ લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE









મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલની અંદર એલસીબી ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ જુગારી ૧.૦૭ લાખની રોકડ સતઘે ઝડપાયા હતા અને ટંકારા તાલુકા પોલીસે મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૧૦૦૦ની રોકડ સાથે ચાર જુગારી મળી આવ્યા હતા


મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ વી.બી. જાડેજાની સૂચના મુજબ એલસીબી ટીમે બાતમીને આધારે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ અંદર જુગારની રેડ કરી હતી ત્યારે હોસ્પિટલ અંદર જાહેર જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઉમેશ ટીડાભાઈ ગોલતર, અજય ઉર્ફે ડાડો મનસુખભાઈ વરાણીયા, ગોપાલ નાજાભાઈ ગોલતર, ધરમશી ઉર્ફે લાલો રાજુભાઈ ગણેશીયા અને સંજય ખોડાભાઈ ગોલતર રહે બધા ત્રાજપર વાળાની રોકડ રૂપિયા ૧,૦૭,૫૦૦ કબજે કરવામાં આવે છે આ કામગીરી પીએસઆઈ એન.બી. ડાભી, દિલીપભાઈ ચૌધરી, શક્તિસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, રણવીરસિંહ જાડેજા, સતીષ કાંજીયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી

આ ઉપરાંત ટંકારાના ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક જુગારની રેડ કરવાં આવી હતી ત્યારે રતીધાર જગ્યાની પાછળથી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેવજીભાઈ વડાવિયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા અને અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા ૫૫૦૦૦ સહિત કુલ ૬૧૦૦૦ નો મુદામાલ કબજે કર્યો છે 




Latest News