મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારામાં દીકરી સાથે સબંધ હોવાની શંકાએ યુવાનના પિતાને પાઇપ વડે મારમારીને રિક્ષામાં કરી તોડફોડ


SHARE





ટંકારામાં દીકરી સાથે સબંધ હોવાની શંકાયુવાનના પિતાને પાઇપ વડે મારમારીને રિક્ષામાં કરી તોડફોડ

ટંકારાના ભરવાડવાસમાં રહેતા અને રીક્ષા ચલાવતા આધેડના દીકરાને પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને બે શખ્સો ગાડી લઈને આવ્યા હતા ને આધેડની રિક્ષા ઉભી રખાવીને રીક્ષાનો કાચ તોડી નાખ્યો હતો તેમજ આધેડને લોખંડના પાઇપ વડે બંને પગમાં માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ભરવાડવાસમાં રહેતા અને રીક્ષા ચલાવતા નાગજીભાઈ ખેંગારભાઈ ટોળીયા જાતે ભરવાડ (૫૫)એ હાલમાં હકાભાઇ મશરૂભાઈ ઝાપડા અને મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા રહે. બંને ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી હકાભાઇ ઝાપડાની દીકરી સાથે ફરિયાદીના દીકરા વિજયને સંબંધ હોવાની શંકા રાખીને ફરિયાદી રિક્ષા લઈને ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ પ્રભુચરણ આશ્રમ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને શખ્સોએ ફોરવીલ ગાડીમાં ત્યાં આવીને રીક્ષા ઉભી રખાવી હતી ત્યારબાદ રિક્ષાના કાચને તોડી નાખીને ફરિયાદી આધેડને જેમ ફાવે તેમ ગાળો આપી બોલાચાલી કરી ઝપાઝપી કરીને ઝઘડો કર્યો હતો અને લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા અને જમણા બંને પગ ઉપર મારમારીને ફેકચર જેવી ઈજા કરી હતી તથા જમણા હાથના પંજામાં પણ માર મારીને ઇજા કરેલ હતી જેથી ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાંધલ ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પીધું

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વરિયા સોસાયટીમાં રહેતા શાંતુબેન સવજીભાઈ રાઠોડ (૧૭) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.




Latest News