મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાના સ્મરણાર્થે પુત્રી યોજશે બ્લડ ડોનેશન કેમ્પ: ધુવાણા બંધ ગામ જમણ


SHARE







મોરબીમાં પિતાના સ્મરણાર્થે પુત્રી યોજશે બ્લડ ડોનેશન કેમ્પ: ધુવાણા બંધ ગામ જમણ

પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. દીકરીઓ પિતાની સૌથી લાડકી હોય છે જ્યારે દીકરીઓ માટે તેમના પિતા સુપર હીરો હોય છે. ત્યારે પિતાના અવસાન બાદ પણ પુત્રીને પિતા પ્રત્યેનો તે જ પ્રેમ અને હંમેશા પિતાની યાદ આજે પણ પુત્રીને કંઈકને કંઈક વિશેષ કરવાની પ્રેરણા આપતા કિસ્સાની આજે વાત કરવાની છે.

માળિયા તાલુકાના દેરાળા ગામના સરળ શાતં સ્વભાવ અને આજે પણ લોકો જેમને યાદ કરે એવા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની તા.૨૮ માર્ચના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. ત્યારે તેમની પુત્રી અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પ, ધુન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 

જેમાં તા.૨૮ માર્ચના ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૨ કલાક દરમિયાન શનાળા રોડ પર આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજે ૬ કલાકે માળિયા તાલુકાના દેરાળા ગામે સમગ્ર ગામ ધુવાળા બંધ મહાપ્રસાદ તથા રાત્રે ૯ કલાકે ધુન-ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રક્તદાન કેમ્પમાં વધાં વધુ રક્તદાન કરવા હેતલબેન પટેલ દ્વારા અપિલ કરવામાં આવી છે. તેમજ ધુન-ભજનમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.






Latest News