મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું


SHARE







મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજરાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

ગઇકાલે દશેરાના દિવસે ઠેરઠેર શસ્ત્ર પૂજન કરાયું હતું ત્યારે મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજરાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું જેમાં સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા

સમસ્ત બ્રહ્મ સમાજ

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગઇકાલે ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ના આચાર્ય પદે શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન અનિલભાઈ મહેતાભુપતભાઈ પંડ્યાબી.કે. લહેરુમુકેશભાઈ જાનીમધુભાઈ ઠાકરમુકેશભાઈ પંચોલીનીમેશભાઈ અંતાણીમુકુંદભાઈ જોષીશાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લકિશોરભાઈ પંડ્યાનરેન્દ્રભાઇ મેહતાસુરેશભાઈ ત્રિવેદીનીરજભાઈ ભટ્ટધ્યાનેશભાઈ રાવલશીતલબેન દવેનલીનભાઇ ભટ્ટધિરેનભાઈ ઠાકર વગેરે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તેમજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી  તથા સમસ્ત બ્રહ્મસમાજની ટીમે જહેમત ઉઠાવી હતી.

રાજપૂત સમાજ

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે દરવર્ષે રેલી યોજીને શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે રેલીનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને આ વર્ષે માત્ર મંદિરે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શકત શનાળા ગામે શક્તિ માતાજી મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજામાજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, દિલાવરસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા, અભિજીતસિંહ જાડેજા, નિરૂભા ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજન કર્યું હતું

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા ગઇકાલે દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણીસી.ડી.રામાવતહિતેશભાઈ જાનીનિર્મિત કક્કડભાવીનભાઈ ઘેલાણીપોલાભાઈ પટેલમનિષભાઈ પટેલહસુભાઈ પંડિતદીનેશભાઈ પારેખદીનેશ સોલંકીઅમિત પોપટજીતુભાઈ કોટક તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમવસંતભાઈ પરમારગોપાલભાઈ નકુમઈશ્વરભાઈ કંઝારીયા સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને શસ્ત્રપુજન કર્યુ હતુ.






Latest News