મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને માર મારનાર વેપારી સહિતના પાંચ શખ્સો સામે પોલીસ કાર્યવાહી


SHARE











મોરબીમાં યુવાનને માર મારનાર વેપારી સહિતના પાંચ શખ્સો સામે પોલીસ કાર્યવાહી

મોરબી નજીકના લીલાપર રોડ ઉપર પેપર મીલની સામેના ભાગમાં રહેતા યુવાને ત્યાં આવેલ દુકાનેથી નામામાં ઉધારમાં જે માલની ખરીદી કરી હતી તે નામાના પૈસા દુકાનદારે તેની પાસે માંગ્યા હતા ત્યારે યુવાને તેની પાસે પૈસાની સગવડ નથી તેમ કહેતા દુકાનદાર સહિત બે શખ્સો દ્વારા તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ રાત્રિના સમયે લાકડી અને પાવડા જેવા હથિયાર લઈને ફરિયાદી યુવાનના ઘરે આવીને ત્યાં છુટા પથ્થરના ઘા કર્યા હતા અને ઘરમાં નુકસાની કરી હતી અને યુવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી તેના પત્નીએ ફિનાઈલ જેવી દવા પી લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા ત્યારબાદ ભોગ બનેલા યુવાને દુકાનદાર સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તે પાંચેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર વીલ્સન પેપરમીલની સામેના ભાગમાં રહેતા મયુરભાઈ ઉર્ફે રવિ શીવાભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધમાભાઇ દુકાનવાળા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ધમાભાઈની દુકાનેથી તેણે નામામાં જે વસ્તુ લીધી હતી તેના પૈસા તેઓએ માગ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાને તેની પાસે પૈસાની સગવડ નથી તેમ કહેતા આરોપી ધમાભાઈ અને નિલેશ ગઢવીએ તેને ગાળો આપી હતી અને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી ત્યારબાદ તા. ૧૦/૩ ના રોજ રાત્રિના સમયે પાંચેય આરોપીઓ હાથમાં પાવડા અને લાકડી જેવા હથિયારો લઈને તેના ઘર પાસે આવ્યા હતા અને ફરિયાદીના ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરીને ઘરમાં નુકસાની કરી હતી અને ઘર મૂકીને નાસી જવાનું કહીને યુવાનને ગાળો આપી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી અને લાકડી વડે યુવાનને પગમાં સાથળના ભાગે તેમજ છાતી અને વાસાના ભાગે માર મારી ઇજા કરી હતી અને યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જેથી કરીને તેના પત્ની જ્યોતિબેને ફિનાઈલ જેવી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દુકાનદાર સહિત કુલ પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં આરોપી હેમંત ઉર્ફે ધમાભાઇ લક્ષ્મણભાઈ રાઠોડ (૩૩) રહે. ત્રીદેવનગર લીલાપર રોડ મોરબી, નિલેશભાઈ કાનભા બાવળા જાતે ગઢવી (૨૩) રહે. અમૃતનગર લીલાપર રોડ મોરબીનાગજીભાઈ ગોકળભઈ દેગામા (૬૦) રહે. ત્રીદેવનગર લીલાપર રોડ મોરબીરવિભાઈ હસમુખભાઈ દેગામા જાતે કોળી (૨૩) રહે. ત્રીદેવનગર લીલાપર રોડ મોરબી અને મેહુલ ઉર્ફે મિથુનભાઈ રમેશભાઈ ગોહેલ જાતે રજપૂત (૩૦) રહે. ગૌશાળા પાસે લીલાપર રોડે મોરબી વાળાને હાલમાં નોટિસ આપીને પોલીસે છોડી મૂક્યા છે

મહિલાનું મોત

મોરબી નજીકના યદુનંદન ગૌશાળા ખાતે ગત તા. ૫/૩ ના રોજ ગાયત્રીબેન (૬૦) નામના મહિલાને હળવદ રેલવે સ્ટેશન ખાતેથી લઈને આવ્યા હતા અને તેઓનું બીમારી અને અવસ્થાના કારણે મૃત્યુ નીપજયુ હતુ જેથી તેના બોડીને મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં રહેતા ચિરાગભાઈ અમૃતભાઈ સાગઠીયા (૩૩) નામના યુવાનને ઘરે તેના શાળાએ માર મારતા ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળ વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે






Latest News