મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારામાં આર્યવીર દળ દ્વારા ૨૩ મી માર્ચ શહિદ દિન નિમિતે મશાલ રેલીનું આયોજન


SHARE







ટંકારામાં આર્યવીર દળ દ્વારા ૨૩ મી માર્ચ શહિદ દિન નિમિતે મશાલ રેલીનું આયોજન

ટંકારામાં આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા ૨૩ મી માર્ચ શહિદ દિન નિમિતે ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીમાં જોડાવા માટે ટંકારાવાસીઓને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

ટંકારાના આર્યવીર દળ દ્વારા આગામી તા.૨૩ માર્ચના રોજ રાત્રીના ૮ કલાકે વિદેશી વિધર્મી અંગ્રેજ શાસકોને ભારતમાંથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર વિર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના શહીદદિને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભૂમિ માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના પ્રજ્વલિત કરવાના ઉમદા હેતુ સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.મશાલ રેલીનું પ્રસ્થાન ટંકારા સોસાયટી વિસ્તારમાં આવેલ પટેલનગર બસ સ્ટેન્ડ પાછળથી કરાવશે.મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર નિકળી ત્રણ હાટડી આર્ય સમાજ ખાતે પુર્ણ થશે.આ તકે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે.આર્યવીર દળના ચેતન સાપરીયા, પંડિત સુહાસ, રજનીકાંત મોરસાણીયા, યોગેશ કારાવડિયા, હસમુખજી દુબરીયા, ભાવિન ગઢવી, કોરીંગા બ્રધર્સ, ધિરૂભાઈ ભિમાણી સમાજની આર્ય વિરાંગના સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News