મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બોલેરો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE











મોરબીમાં બોલેરો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર સરદારબાગની સામેના ભાગમાં ભરાતી શાક માર્કેટમાં શાકની ખરીદી કરવા માટે થઈને વૃદ્ધ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી વૃદ્ધને પગની આંગળીઓમાં ફેક્ચર, પગના નળાના ભાગે ઇજા અને માથામાં હેમરેજ થયું હતું જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં-૨ માં આવેલ સત્યનારાયણ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૧ માં રહેતા સુભાષભાઈ નાગજીભાઈ કોટક જાતે લોહાણા (૬૩) નામના વૃદ્ધ પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇબી ૧૧૨૧ લઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની સામેના ભાગમાં ભરાતી શાક માર્કેટ ખાતે શાક લેવા માટે થઈને ગયા હતા ત્યારે સરદારબાગ નજીક બોલેરો ગાડી નંબર જીજે ૧૨ બીવાય ૨૦૭૭ ના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક લઈને જઈ રહેલા ફરિયાદી વૃદ્ધને ડાબા પગની આંગળીઓમાં ફ્રેક્ચર અને ડાબા પગના નળાના ભાગે ગંભીર ઈજા થયેલ છે તેમજ માથાના ભાગે હેમરેજ થયું છે અને શરીરને પણ ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા તેને સારવાર લીધા બાદ ભોગ બનેલા સુભાષભાઈ કોટક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા ગૌરીબેન ચિરાગભાઈ સાગઠીયા (૨૯) નામની મહિલાને તેના ઘરે તેના પતિ દ્વારા મારવામાં આવતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીમાં આવેલ શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં ઉમિયા નગરમાં રહેતા ધનજીભાઈ કરસનભાઈ સાવરીયા (૪૫) નામના યુવાનને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News