હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીથી ત્રણ જીલ્લામાં દારૂનું નેટવર્ક ચલાવનાર જીમીત પટેલ કોઈને વાહન લઈને ગોડાઉને આવવા દેતો નહિ, મજૂરો પણ ગુજરાત બહારના રાખ્યા !


SHARE











મોરબીથી ત્રણ જીલ્લામાં દારૂનું નેટવર્ક ચલાવનાર જીમીત પટેલ કોઈને વાહન લઈને ગોડાઉને આવવા દેતો નહિ, મજૂરો પણ ગુજરાત બહારના રાખ્યા !

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉન ભાડે રાખીને ત્રણ જીલ્લામાં દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું જો કે, એસએમસીની ટીમ દ્વારા રેડ કરીને તે ગોડાઉનમાંથી ૬૧૧૫૨ દારૂની બોટલો જેની કિંમત ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કરીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને ૨૧ આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેની તપાસ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી પંડ્યાને સોપવામાં આવેલ છે દરમ્યાન પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપીઓ જીપીએસ ટ્રેકર સિસ્ટમનો પણ ઉપોયોગ કરતાં હતા અને ખાસ કરીને માલ લેવા માટે ત્રણ જિલ્લામાંથી સ્થાનિક જે કોઈ પણ બુટલેગરની વાહન આવે તો તેના માણસોને વાહન લઈને ગોડાઉન સુધી આવવા દેતા ન હતા આરલૂજ નહીં માલ લઈને જે વાહન ચાલક આવે તેને પણ ગોડાઉન સુધી આવવા દેતા ન હતા અને ખાસ કરીને લોકોએ કોઈને જાણ ન થાય તે માટે મજૂરો પણ ગુજરાત બહારના કામે રાખ્યા હતા

જાણવા માહિતી મુજબ લાલપર ગામ પાસે છેલ્લા પાંચ મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા ગોડાઉનને ભાડે રાખવામાં આવ્યું હતું અને આ ગોડાઉનની અંદર રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે સંપર્કમાં રહીને દારૂનો જથ્થો મંગાવવામાં આવતો હતો અને અમદાવાદનો બુટલેગર રાજસ્થાનના બુટલેગરો સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો મોરબી જીલ્લામાં કરી રહ્યો હતો અને આ ગોડાઉનેથી જીમિત પટેલ અને તેની ગેંગ દ્વારા દારૂનો જથ્થા હળવદ, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ અને મોરબી વિસ્તારમાં સપલાઈ કરવામાં આવતો હતો

આ ગુનામાં પોલીસે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી (૩૭) રહે. ચિત્રોડા, તાલુકો રાપર કચ્છ, ખીયારામ ઉર્ફે ખીવારાજ રોનારામ જાટ (૨૭) રહે બાડમેર, રાજસ્થાન, ગંગાપ્રસાદ રામપ્રસાદ કેવટ (૨૨) રહે. શ્રીરામ ગોડાઉન લાલપર મોરબી, મુકેશ માલા ગમારા (૩૨) રહે માથક હળવદ, જગસેન હરિલાલ કેવટ (૩૨) રહે. શંકરગઢ મધ્યપ્રદેશ, શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ (૨૦) રહે. શ્રીરામ ગોડાઉન લાલપર, આકાશ સત્યનારાયણ કેવટ (૨૦) રહે. શ્રી રામ ગોડાઉન, સતેન્દ્રકુમાર રામમિલન કેવટ (૨૧) રહે હેવા મધ્યપ્રદેશ, વિનોદકુમાર દુર્ધજન લાલ કેવટ (૩૦) રહે. હેવા મધ્યપ્રદેશ, રવિશંકર રામલખન કેવટ (૨૨) રહે.રેવા મધ્યપ્રદેશ વાળની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે

હાલમાં મોરબીમાં જે રેડ દરમ્યાન એસએમસીબની ટીમે ગોડાઉનમાંથી ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ, અઢી લાખની રોકડ, ૭૦ હજારની કિંમતના ૧૦ મોબાઈલ ફોન, બે ટ્રક, બે બોલેરો પીકઅપ વાહન, એક કાર મળી ૬૬.૫૦ લાખ અને કુલ મળીને ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કરેલ છે આ ગોડાઉનને પાંચ મહિનાથી ગોડાઉન ભાડે રાખીને અમદાવાદનો માલ મંગાવનારા બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ મીઠા અને પાણીની આડમાં દારૂનો ધંધો કરી રહ્યો હતો અને રાજસ્થાનના રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે તે સંપર્કમાં રહીને આ ધંધો કરી રહ્યો હતો જો કે, માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલના આ ગોડાઉન સુધી પોલીસ ન પહોચે તે માટે તેઓ જીપીએસ ટ્રેકર, મોબાઈલ જામર સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા હતા અને તેના ગોડાઉન સુધી આવેલ વાહનો પૈકીનાં એક વાહનમાં જીપીએસ હોવાની જાણ થતાની સાથે જ ગોડાઉનમાંથી માણસો ભગવા ગયા હતા ત્યારે જ એસએમસીની ટીમે રેડ કરી હતી અને કરોડોનો માલ કબ્જે કરેલ છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં ગોડાઉન ભાડે રાખીને અમદાવાદનો બુટલેગર જીમીત પટેલ કુલ મળીને ત્રણ જીલ્લામાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો જો કે, તેના આ ગોડાઉન સુધી પોલીસ ન પહોચે તે માટે જીમીત પટેલે તેના ગોડાઉન મેનેજર રમેશ પુંજા પટણીને દારૂનો જથ્થો લઈને આવનારા વાહન કે પછી કટિંગનો માલ લેવા માટે આવનારા વાહનના ચાલકને ગોડાઉન સુધી આવવા ન દેવા માટેની સૂચના આપી હતી જેથી માલ આવે તે વાહના ડ્રાઈવરને હાઇવે ઉપર ઉતારીને ટ્રક ગોડાઉને લઈ જઈને માલ ખાલી કરતાં હતા તેવી જ રીતે કટિંગનો માલ લેવા માટે કોઈ આવેલ તો તેના વાહનો પણ ગોડાઉનથી ત્રણથી પાંચ કિલો મીટરના વિસ્તારમાં ઊભા રાખીને તેઓની પાસેથી લઈ લેવામાં આવતા હતા અને બાદમાં જીમીતના માણસો તે વાહનને ગોડાઉન સુધી લઈ જતાં અને તેમાં માલ ભરીને પાછા જે સ્થળેથી વાહન લીધું હોય ત્યાં જઈને વાહન આપી દેતા હતા આમ જીમીતના આ ગોડાઉન સુધી કોઈને વાહન લઈને આવવા દેવામાં આવતા ન હતા આટલું જ નહીં સ્થાનિક મજૂરોને કામે રાખે તો પણ તેના ગોડાઉનની ચર્ચા થાય તેમ હતું જેથી તેને ગોડાઉનમાં કામ કરવા માટે મજૂરો પણ ગુજરાત બહારના રાખ્યા હતા આટલું જ નહીં પરંતુ જીમીત પટેલ સાચા મોબાઈલ નંબર ના બદલે સોફ્ટવેરની મદદથી અમેરિકા, લંડન અને કેનેડાના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને દારૂના ધંધાર્થીઓનો સંપર્ક વોટ્સએપ કોલિંગ કરીને કરતો હતો






Latest News