હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર આરોપીની ધરપકડ

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ટી પ્લોટના પાર્કિંગમાં બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ ઉમિયાનગર માધવ પેલેસ ફ્લેટ નંબર-૬૦૧ માં રહેતા નિર્મળભાઈ નીતિનભાઈ ભાલોડીયા જાતે પટેલ (૨૯)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કેમોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ટી પ્લોટના પાર્કિંગમાં તેણે ગત તા. ૧૩/૨ ના રોજ સાંજે ૭:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈક નંબર જીજે ૩૭ કે ૧૧૯૬ જેની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં આરોપી હર્ષિલ ચંદુભાઈ શિંગાળા (૨૩) રહે. લીલી સજળિયાળી હનુમાન મંદિર પાસે રાજકોટ વાળાની પોલીસે ધરપકડ કરેલ હતી વધુમાં મળતી માહિતી મુજબ આરોપીને રાજકોટ પોલીસે પકડ્યો હતો તેની પાસેથી મોરબીની પોલીસે આરોપીનો કબ્જો લીધો હતો અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આરોપી જામીન મુક્ત થયેલ છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા જાડેજા બળવંતસિંહ જીલુભા (૬૯) નામના વૃદ્ધ મોરબી નજીકના સનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના લીધે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર શેરી નં- ૭ માં રહેતા વિનોદભાઈ લાખાભાઈ મિયાત્રા (૫૯) નામના વૃદ્ધને કુબેરનગર ત્રિલોક ધામ મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલે કરેલ છે

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા હીરાબેન ઈન્દુલાલ પઢીયાર (૫૬) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઇ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News