મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી ખાણ ખનીજ વિભાગ અને પોલીસની કાર્યવાહી, અનઅધિકૃત પણે ખનીજ પરિવહન કરતા ચાર વાહનો પકડાયા


SHARE







મોરબી ખાણ ખનીજ વિભાગ અને પોલીસની કાર્યવાહી, અનઅધિકૃત પણે ખનીજ પરિવહન કરતા ચાર વાહનો પકડાયા

મોરબીમાં ભારે મોટી માત્રામાં ખનિજ પરીવહન થાય છે અને તેમાં અનેક વાહનોમાં ગેરકાયદેસર રીતે ખનીજ પરિવહન થતું જોવા મળે છે.સમયાંતરે સ્થાનિક અને બહારથી રેડ કરવામાં આવતી હોય છે પરંતુ આ દૂષણ ઓછું થતું નથી તે નરી વાસ્તવિકતા છે.

દરમ્યાનમાં રાજકોટ માઇન સુપરવાઇઝર જે.એન. કરમુર તથા સ્ટાફ દ્વારા મોરબીના ભરતનગર અને ટીંબડી ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી અન અધિકૃતપણે ખનીજ પરિવહન કરતાં ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ટીંબડીના પાટીયા પાસેથી ડમ્પર નંબર જીજે ૩૬ યુ ૯૯૭૮ ના ચાલક મગન ઈશ્વરભાઈ ગોસ્વામી રહે.પીપળી તા.મોરબી અને ડમ્પર નંબર જીજે ૩ બીડબલ્યુ ૫૮૨૦ ના ચાલક દિનેશ અજરાવનિયા રહે.મધ્યપ્રદેશ વાળઓના વાહનોને અને ભરતનગર પાસેથી ડમ્પર નંબર જીજે ૩૬ યુ ૭૨૧૬ ના ચાલક રૂપા રામજી પાટડીયા રહે.લખધીરપુર રોડ તા.મોરબી વાળાઓના રેતી ભરેલ વાહનો પકડવામાં આવ્યા હતા.જો કે ત્રણ પૈકી કોઈ પાસે ખનીજ પરિવારના આધાર પુરાવાઓ કે પાસ પરમીટ ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે ત્રણેય વાહનોને પકડીને તાલુકા પોલીસ હવાલે કરાયા હતા.તેમજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી.સામાણી તથા સ્ટાફે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ધ ફર્ન હોટલ નજીકથી પસાર થતાં ડમ્પર ટ્રક નંબર જીજે ૩૬ એકસ ૮૮૦૦ ને અટકાવ્યું હતું અને ડ્રાઇવર દશરથ મનસુખભાઈ રહે.જામસર વાંકાનેર વાળા પાસે તેમાં ભરેલ રેતી અંગે આધાર પુરાવા માંગ્યા હતા જોકે ચાલક પાસે આ અંગે કોઈ આધાર પુરાવા ન હોય અને અનઅધિકૃતપણે ખનીજ (રેતી) નું પરિવહન થતું સામે આવતા દંડ વસુલાતની કાર્યવાહી કરવા માટે ડમ્પર પકડીને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યુ હતુ.

દાજી જતા મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઊંચી માંડલ ગામની સીમ વિસ્તારમાં આવેલ સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે ઊંચી માંડલની સીમમાં આવેલ રેમેક્ષ સીરામીક નામના યુનિટમાં આવેલ લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતા સમયે દાઝી જવાથી અર્ચનાબેન રાજબલીભાઈ રાવત (ઉંમર ૨૬) નામની મહિલાને ૧૦૮ વડે સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા તથા રાઇટર વાસુદેવ સોનગ્રા દ્વારા આ દિશામાં આગળની તપાસ શરૂ કરાયેલ છે.હાલ મહિલા સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના શનાળા ગામે શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા જયેશભાઈ મગનભાઈ છાસીયા નામના ૩૬ વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું.જેથી તેને ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલે તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હોય એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News