મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં F.S.T. અને S.S.T. ટીમમાં નિયુક્ત અધિકારીઓને સ્પેશિયલ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રીયલ પાવર અપાયા


SHARE







મોરબી જીલ્લામાં F.S.T. અને S.S.T. ટીમમાં નિયુક્ત અધિકારીઓને સ્પેશિયલ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રીયલ પાવર અપાયા

ચૂંટણી અન્વયે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી ઝોનલ ઓફિસર, વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ અધિકારી, ફ્લાઈંગ સ્ક્વોડ(F.S.T.) અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ (S.S.T.)માં નિયુક્ત અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની વિવિધ કલમો હેઠળ સ્પેશિયલ મેજિસ્ટ્રીઅલ પાવર આપવામાં આવે છે. જે અંતર્ગત લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે મોરબી જિલ્લામાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટીક સર્વેલન્સના નિયુક્ત અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ (સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી અન્વયે ફ્લાઈંગ સ્ક્વોડ(F.S.T.) અન્વયે ૧-કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમ, ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમ તેમજ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે સ્ટેટીક સર્વેલન્સ ટીમ(S.S.T.) હેઠળ ૧-કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મત વિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સાથે ૪ ટીમ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૫ ટીમ તેમજ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે.

ફ્લાઈંગ સ્ક્વોડ(F.S.T.) અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ (S.S.T.) હેઠળ નિયુક્ત થયેલા અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૪૪ હેઠળ ARREST BY MAGISTRATE, કલમ ૧૦૩ હેઠળ TO DIRECT SEARCH IN HIS PRESENCE, કલમ ૧૦૪ હેઠળ POWER TO IMPOUND ANY DOCUMENTS AND THINGS, કલમ ૧૨૯ હેઠળ DISPARSAL OF ASSEMBLY BY USE OF CIVIL FORCE  અને કલમ ૧૪૪ હેઠળ TO ISSUE TEMPORARY ORDERS IN URGENT CASES OF NUISANCE OR A PREHENDANT DANGER ના પાવર આપવામાં આવ્યા છે

હોળી-ધુળેટીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મુકાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મોરબી વિભાગના મોરબી ડેપો તેમજ વાંકાનેર ડેપો દ્વારા હોળી/ધુળેટી ના તહેવારોને લઈને તમામ મુસાફરોને જવા માટે બસસ્ટેન્ડથી પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર જિલ્લાના મુસાફરોને જવા માટે એક્સ્ટ્રા બસો મુકવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. હોળી ધુળેટી તહેવારને ધ્યાને લઈને મુસાફરો માટે તા. ૧૬થી ૨૩ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેનું  આયોજન કરવામાં આવ્યું છે. તમામ બસોનું ઓનલાઈન બુકિંગ  પણ થશે તેમ રાજકોટ એસ.ટી.વિભાગના વિભાગીય નિયામકની યાદીમાં જણાવ્યું છે.






Latest News