મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજકોટ રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ: લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવાનું આયોજન


SHARE











મોરબીમાં રાજકોટ રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ: લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવાનું આયોજન

લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે તેવામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને મોરબીમાં આવેલ એસપી કચેરીએ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ જિલ્લાના એસપી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને ખાસ કરીને ચુંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તેના માટે પોલીસ દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેવી આઈજી જણાવ્યુ છે

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, રેન્જના પાંચેય જિલ્લાના અધિકારીઓની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણીની તૈયારી અંગેની સૂચના આપવામાં આવેલ છે અને મતદારો શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભિત બનીને મતદાન કરે તેવી વાતાવરણ ઊભું કરવામાં આવશે અને ખાસ કરીને અધિકારીઓને જીલ્લામાં કામગીરીમાં સુધારો કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિક સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ ગ્રામ્યસુરેન્દ્રનગરજામનગરમોરબી અને દ્વારકાના એસપી, ડીવાયએસપી તેમજ પ્રોબેશન ડીવાયએસપી સહિતના હાજર રહ્યા હતા આ રેંજમાં કચ્છજામનગરરાજકોટસુરેન્દ્રનગર અને પોરબંદર બેઠકનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં પોલીસ દ્વારા તાલીમની વ્યવસ્થાસ્ટ્રોંગરૂમની વ્યવસ્થા અને મતદાન મથકોની વ્યવસ્થા સહિતની તાલીમ આપવામાં આવશે અને ખાસ કરીને ક્રિટિકલ બુથને લઈને પણ પોલીસે અગાઉથી તૈયારીઓ શરૂ કરી છે.






Latest News