મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ નજીક યુવાને ટેન્કર ચાલકે ધોકા વડે માર માર્યો


SHARE







મોરબીના સોખડા ગામ નજીક યુવાને ટેન્કર ચાલકે ધોકા વડે માર માર્યો

મોરબી તાલુકાના સોખડા ગામ પાસે યુવાનને ટેન્કરના ડ્રાઈવરે ધોકા વડે માર મારતા ઈજા પામેલા યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સોખડા ગામે રહેતા દિનેશભાઈ જીવાભાઈ બસાણીયા (૩૫) નામના યુવાનને ગત તા. ૧૨/૩ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં સોખડા ગામના પાટીયા પાસે એ.જે. કારખાનાના ટેન્કરના ડ્રાઈવરે ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે જોકે, યુવાનને કયા કારણોસર માર મારવામાં આવ્યો હતો તે દિશામાં હવે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

અકસ્મામાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બોદ્ધનગરમાં રહેતા દીપકભાઈ દેવજીભાઈ મુછડીયા રાત્રિના ૧૦:૩૦ વાગ્યે તેના મોટાભાઈ હિતેશભાઈ સાથે એકટીવા લઈને ટિંબડી ગામના પાટીયા પાસેથી લક્ષ્મીનગર ગામ તરફ જતા હતા ત્યારે તેઓના એકટીવાની આડે કૂતરું ઉતર્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા થવાથી દીપકભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News